Gold Prices : ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને વધતી ફુગાવાની ચિંતાઓ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. 35 દિવસમાં સોનાની કિંમતમાં 6985 રૂપિયાનું વધારો, રોકાણકારોને 8.89%નો રિટર્ન મળ્યો. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યો હતો. જે આજે 0.3 ટકા ઉછળી 2820.69 ડોલર પ્રતિ ઔંશ નોંધાયો હતો. જે ગત સેશનમાં 2830.49 ડોલર પ્રતિ ઔંશની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
જાણો વધુ : છેલ્લા 7 દિવસમાં સોનાના ભાવમાં ₹2320નો ઉછાળો, જાણો હાલનો ભાવ!
Gold Prices : અમદાવાદમાં સોનું શ્રેષ્ઠ સ્તરે
Gold Prices : અમદાવાદમાં સોનાની કિંમતોમાં સતત વધારો, 10 ગ્રામ માટે રૂ. 85685ની નવી ઊંચાઈ પર પહોંચી! છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ગત સપ્તાહમાં 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 2300 વધીને આ આંકડાને પ્રાપ્ત કરી છે, જ્યારે ચાંદીના ભાવ પણ 93000 પ્રતિ કિગ્રા સુધી પહોંચ્યા છે.
છેલ્લા 35 દિવસમાં સોનામાં 9 % વધારો
Gold Prices : છેલ્લા 35 દિવસોમાં સોનાની કિંમતમાં 9 ટકા વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષે સોનાં અને ચાંદીને લઈને બજારમાં તેજી જોવા મળી છે. 31 ડિસેમ્બરે સોનાની કિંમત 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે 85,686 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
ટ્રમ્પના નિર્ણયોની અસર
કિંમતી ધાતુ બજારમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોનો પ્રભાવ જોવા મળ્યો છે. ગઈકાલે, સોમવારે, ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાગુ કર્યા હતા. પરંતુ તે જ સમયે, તેમણે કેનેડા અને મેક્સિકો માટે 30 દિવસનો વિરામ આપ્યો. જ્યારે ચીન પર તરત જ ટેરિફ લાગુ કરવામાં આવ્યો. ટ્રમ્પના આ નિર્ણયોથી ફોરેક્સ બજાર નબળું પડી ગયું, અને ડોલર ઈન્ડેક્સ રેડઝોનમાં રહ્યો, જેના કારણે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી. સ્થાનિક બજારમાં શરૂ થયેલી લગ્ન સિઝનની અસર પણ સોનાની માંગ પર જોવા મળી છે.